આસ્થા અને અનુરાધા ધીરે ધીરે મંદિરના મુખ્ય ગૃહ તરફ આગળ વધી રહ્યા હતા. આસપાસ રહેલ લોકો માની ધૂનનો જયકાર બોલાવી સમગ્ર વાતાવરણને વધુ ભક્તિમય કરી રહ્યા હતા. થોડે થોડે અંતરે મોટા કૂલર અને પીવાના પાણીની સુવિધા પણ ત્યાં ઉપસ્થિત લોકો માટે હતી. એક જગ્યાએ મોટી સ્ક્રીનનું ટીવી એ રીતે ગોઠવ્યું હતું કે મુખ્ય મંદિરમાં થતી પૂજા મંદિર સુધી પહોચતા લોકો જોઈ શકાય. એ સ્ક્રીનમાં આસ્થા માના દર્શન કરી રહી હતી. અચાનક એનું ધ્યાન ત્યાં મા પાસે રહેલ એક ભાઈ પર પડ્યું. આસ્થા એને જોઈ અને એકદમ ભાવવિભોર થવા લાગી. એ ભાઈ એનો કોઈ પરિચિત વ્યક્તિ હોય એવુ આસ્થાને લાગી રહ્યું.