એક નવી શરૂઆત… શબ્દો, વિચારો અને પુસ્તકોની સુંદર સફર સાથે! ક્યારેક વિચાર આવે છે કે શું એક નાનકડું પુસ્તક કોઈ વ્યક્તિના સમગ્ર જીવનને નવી દિશા આપી શકે ખરું? મારો અત્યાર સુધીનો અનુભવ કહે છે – હા, ચોક્કસ આપી શકે. ક્યારેક માત્ર એક સામાન્ય વિચાર પણ માણસના મન અને જીવનમાં અણધાર્યો મોટો પલટો લાવી દે છે, અને કોઈ પુસ્તકનું માત્ર એક જ પાનું આખી વિચારસરણીને નવી ઊંચાઈ બક્ષી શકે છે. પુસ્તકો કાગળ અને શાહીથી બનેલાં પાનાંઓનો સમૂહ માત્ર નથી હોતાં એ તો જીવંત સંવાદ છે, જે આપણને મુક્તપણે વિચારતાં શીખવે છે, જીવનની જટિલતાઓને ઊંડાણપૂર્વક સમજવાની દૃષ્ટિ આપે છે અને જ્યારે