પૃથા - 8

  • 202
  • 60

લો બહેન, તમારું જ લખાણ - ફક્ત જોડણી + સ્પેસ સુધારેલું મારા તરફથી એકપણ નવો શબ્દ એડ નથી કર્યો ---*પૃથા*  *chapter -8*  *પ્રકરણ -8*  *નવરાત્રીનો પહેલો દિવસ*  આગલા બે દિવસની સ્ટાફના છોકરા છોકરીઓની મહેનતથી ગરબા ગ્રાઉન્ડ તૈયાર હતું. ચારેય દિશામાં હેલોજન લાઈટ મૂકી હતી. મધ્યમાં ગાદલા પાથર્યા હતા. ત્યાં હાર્મોનિયમ, તબલા, ઢોલક, મંજીરા સંગીતના સાધનો, માઈક વગેરે હતું. બરાબર ઉપર તોરણ અને લાઈટની સિરીઝની હારમાળા એક પછી એક હતી.ગ્રાઉન્ડની જમણી બાજુ લેડીસ હોસ્ટેલ. જ્યાં હોસ્પિટલમાં ચાલતા નર્સીંગ કોર્સની છોકરીઓ રહીને ભણે. તેની બરાબર આગળ માતાજીનો મંડપ બનાવેલ. લાલ કાપડ તથા લીલા પીળા ઝૂલ વાળો મંડપ. તેમાં મોટું ટેબલ. એની ઉપર માતાજીનો મોટો ફોટો. હમણાં