અસ્તિત્વ - 17

  • 128

આસ્થાની આ સ્થિતિ ડૉ. સુમન જોઈ તુરંત બોલ્યા, "જરૂર એને પહેલાનું કંઈક સ્મરણ થયું! જે મર્સિડિઝ બહાર ઊભી હતી એ એને અકળાવી રહી હતી.""હા, મને પણ એ જ લાગ્યું. પણ એ દિવસે તો એને કોઈ કાર માંથી નહી પણ વેન માંથી ધકેલવામાં આવી હતી. મને હજુ આટલા સમયે પણ એ બરાબર યાદ છે!" અનુરાધાએ ખુલાસો કરતા કહ્યું."અરે.. એવું જરૂરી થોડું છે કે એને વેન માંથી ફેકી તો વેન સિવાય કોઈ કારમાં એને ઉઠાવી ને લઈ ગયા ન હોય?? મર્સિડિઝ સાથે એના ભૂતકાળનું કંઈક રહસ્ય છે અને જરૂર એ પીડા દાયક જ બાબત છે." કલ્પ પોતાના મનના ભાવ રજૂ કરતા બોલ્યો.યામિની