​બેવડા માપદંડ

  • 334
  • 98

હૉસ્પિટલના સ્પેશિયલ રૂમમાં ધીમો ગણગણાટ ચાલતો હતો. સુરેખાબહેન પોતાની દીકરી પિંકીના માથા પર હાથ ફેરવતાં વારંવાર બોલી રહ્યાં હતાં, "મારી દીકરી કેટલું બધું સહન કરી ગઈ! ભગવાન કોઈ સ્ત્રીને આવો અસહ્ય દુખાવો ન બતાવે. ડૉક્ટરે સી-સેક્શન કર્યું ત્યારે મારો તો જીવ અદ્ધર થઈ ગયો હતો."બાજુમાં બેઠેલા જમાઈ હાથમાં ગરમ સૂપનો બાઉલ પકડીને ઊભા હતા, અને આખો પરિવાર પિંકીની એક-એક પળની સંભાળમાં પરોવાયેલો હતો. જરાક સરખી કણસ સંભળાતી તો સાસુ, નણંદ અને મા—બધાં દોડી આવતાં. "દીકરી, જરાય હલનચલન ન કરતી, ટાંકા ખેંચાશે. તારે બસ આરામ કરવાનો છે," સુરેખાબહેને ચાદર સરખી કરતાં વહાલથી કહ્યું. એ રૂમમાં દીકરી માટે અનહદ પ્રેમ, ચિંતા અને