અનુરાધાને જે ભય હતો એવું જ થયું. આસ્થાના મુખેથી અનિમેષ નામ સાંભળી એ શું કહે એજ ચિંતામાં એ પડી! મનોમન ગનુદાદાને યાદ કરી એ જે મનમાં આવ્યા એ શબ્દો ગોઠવતા બોલી, "અનિમેષ!! એ તારા જીવનનો એક ખાસ વ્યક્તિ છે જેમ નામ યાદ આવ્યું એમ એ પણ તને યાદ આવી જ જશે! તું એ બાબતે બિલકુલ ચિંતા ન કર! પણ આ નામ તને અચાનક કેમ યાદ આવ્યું?"" હું ટીવી જોઈ રહી હતી ત્યારે એમાં આ નામ આવ્યું. મમ્મી મેં આ નામ મારા જીવનમાં ખૂબ બોલ્યું હોય એવું મને યાદ આવી રહ્યું છે. આ નામ તરફ મારું કંઈક અલગ જ ખેચાણ છે." "જો