કાંટો કાઢ્યો 3

  • 246
  • 64

કાંટો કાઢ્યો 3   નથૂની અધુરી વાતને જાણે પૂરી હમજી ગયા હોય એમ અરજણ સિંગ અધવચ્ચે જ ટહુકી ઉઠ્યા. નથુના લોહી વાળા કપડા અને હાથમાની લોહી નીતરતી છરીનો તેમને નથુની જાત જાણીને ખુલાસો તો મળી ગયો.છતાં એમણે એક સવાલ તો પૂછ્યો જ."પણ આમ ધોડાધોડ ક્યાં જાતો તો."હલકી વર્ણના નથુને ખોટું બોલતા ક્યા આવડતુ તુ. "સાહેબ હાવ હાચુ કવ છુ.અમારા ગામના સુરસિંગે એની ગા મરી ગઈ તે એને ન્યા જંગલમાં લાવીને દાટી.અને મેં ગાના ચામડાની લાયમાં એ ગાને પાછી બાર કાઢી અને એનું ચામડું ઉતડતો તો ત્યા ગાનુ પેટ આપો આપ ફાટ્યું અને ગાના પેટમાંથી કોકની લાશ નીકળી સાબ."આટલુ બોલતા બોલતા તો નથુ હાંફવા