નવા સંબંધની શરૂઆત કરના મોટા લોકો અસલી માં બેઠા હતા. વાતાવરણ શાંત હતું, પણ સૌના મનમાં એક જ વાત ચાલી રહી હતી-ગુરી ના લગ્નની કાશીરામ કાકા ધીમે અવાજે બોલ્યા,"ગુરી જેવી દીકરી માટે સારું પરિવાર મળે એ જ સૌથી મોટી વાત છે. છોકરી ભલે આપણા ઘરમાંથી વિદાય લે, પણ એની ખુશી હંમેશા આપણા મનમાં રહેવી જોઈએ."ગંગાબાઈ માથું હલાવ્યું"હા કાકા પૈસા કે દેખાવ કરતા છોકરીને માન આપનાર માણસ અને પરિવાર મળે એ જરૂરી છે."મણીબા પણ બોલી ઉઠ્યા"ગુંરી એ બાળપણથી જ ઘણું સહન કર્યું છે. હવે એ જે જગ્યાએ જાય ત્યાં એને દીકરીની જેમ પ્રેમ મળે, બસ એટલું જ ઈચ્છું છું. થોડીવાર બધા ચૂપ રહ્યા.