૧૦૫, સરસવન ફ્લેટ્સ(મલ્લિકા અને રાહુલ રાઠોડ જાય છે.. સાવન ફ્લેટનો દરવાજો બંધ કરે છે.. સોનાલી ને ખેંચી ને બેડરૂમ માં લઈ જાય છે... બેડરૂમ નો દરવાજો બંધ કરે છે.)સાવન : સોનાલી... શું જરૂર હતી રાહુલ રાઠોડ ને કહેવાની કે તું "માયા તુફાની" છે? સોનાલી : હવે, આપણે આ કામ બંધ કરવું જોઈએ સાવન, આપણી સાવિ , આપણા જ પાપો નું ફળ ભોગી ને ગઈ.. હવે તો સમજ...સાવન : પાપ - પુણ્ય?? આ વાત તે આપણું બાળક ગુમાવ્યું ત્યારે ભૂલી ગઈ હતી...? તારે જ પ્રગતિ કરવી હતી ને? મને અને રાજવી ને સંબંધ માટે તૈયાર કર્યા.. ત્યારે પાપ - પુણ્ય ભૂલી ગઈ