સરકારી પ્રેમ - ભાગ 68

અમિત પારેખ હવે મહેચ્છા અને પોલીસ કર્મચારીઓ ની સામે જ હતો.મહેચ્છા પોતાની જાતને સંભાળી રહી હતી કે અમિત પારેખ તેને કોઈ પ્રશ્ન ન પુછી બેસે."આપ સૌને હું બધું જ સાચું કહેવા માગું છું પણ મને પોલીસ ના ગવાહ તરીકે કોર્ટમાં રજૂ કરવામાં આવે. જો આ શરત મંજૂર હોય તો જ હું આગળ વધીશ. " અમિત પારેખ કહે છે.મહેચ્છા અને પોલીસ અધિકારીઓ એકમેક ની સામે જોઈ હામી ભરી દે છે. હવે અમિત પારેખ બોલવાનું શરૂ કરે છે:"આજથી લગભગ ચાર વર્ષ પહેલા જ આ સિરોહી જિલ્લામાં ‌ખાણ ઉઘોગ વિકસિત થવા લાગ્યો. એ વખતે સિરોહી ના એમ.એલ.એ હાલ ના જ એમ.એલ.એ હતા. એ