"આ તમાચો તને બહુ મોંઘો પડશે." અમિત પારેખ કહે છે."એ બધી વાતો યોગ્ય નથી. હું તમારા માટે આ ઓડિયો લઈને આવી છું. જે સાથીદારો માટે તમે મરી મટવા માંગો છો એ શું કહે છે જરા સાંભળી લ્યો." મહેચ્છા કહીને પછી પોતાના મોબાઈલ પર રોનક શ્રીવાસ્તવ નું રેકોર્ડિંગ સંભળાવે છે.અમિત પારેખ તો રોનક શ્રીવાસ્તવ નો અવાજ સાંભળી વિશ્વાસ જ નથી કરી શકતો કે તેને જેલમાં મોકલી આપવાની તૈયારી છે. અમિત પારેખ સામે જોઈ મહેચ્છા કહે છે:"જો મગજ ઠેકાણે આવે તો પોલીસ કર્મચારી ને કહી જોજો. મારી પર ભરોસો રાખજો." મહેચ્છા અમિત પારેખ ને અસમંજસ ની પરિસ્થિતિ માં મુકી પછી નીકળી જાય છે.