વેકેશનમા મારા ઘરે ગઈ હતી રહેવા માટે. પણ મેં જોયું કે મારા ઘરે લગભગ રોજ પૈસા માટે ઝઘડા થવા લાગ્યા. એવામાં ભાભી ને ફરી સારા દિવસો જતા હતા. મને લાગ્યું કે હવે બધું સારું થઈ જશે. અને હું ઘરે આવી ગઈ. દિકરાનો ટ્યુશનનો સમય બદલાય ગયો હતો. એની સાથે એવું નક્કી કર્યું કે તમે ઘરે હશો ત્યારે તમે એને ટયુશન મૂકી આવશો અને જ્યારે તમે નહીં હોવ ત્યારે એ બસ સ્ટોપ પરથી બસ પકડી ને જતો રહેશે. અને રાતે ઘરે ટયુશન પતાવીને હું એને લેવા જઈશ. અને એ પ્રમાણે આપણી અને દિકરાની દોડધામ શરૂ થઈ ગઈ. એ સમય એવો હતો