ભાગ 17 : મૂળ નિર્ણયસ્ક્રીન પર એક જ વાક્ય સ્થિર હતું—“નિષાએ નક્ષત્રને જીવતું રાખવાનો નિર્ણય લીધો હતો.”આરવ ઘણા સમય સુધી એ શબ્દોને જોતો રહ્યો.“આ શક્ય નથી.”મીરાએ ધીમેથી પૂછ્યું,“કેમ?”“કારણ કે જો નિષા નક્ષત્રને જીવતું રાખવા માગતી હતી, તો પછી આટલી બધી ઘટનાઓ શા માટે?”“કઈ ઘટનાઓ?”“આગ. મારી યાદો. દેવનું ગાયબ થવું. મારી માતાનું રહસ્ય. અને હવે તું.”મીરા થોડા સમય માટે ચૂપ રહી.પછી બોલી,“કદાચ આપણે નક્ષત્રને ખોટી રીતે સમજ્યા છીએ.”“એટલે?”“અપણે માનતા હતા કે નક્ષત્ર પોતે નિર્ણય લે છે.”“અને?”“કદાચ નક્ષત્ર માત્ર માણસોના નિર્ણયોને જોડે છે.”આરવ તેની તરફ જોવા લાગ્યો.મીરાએ સ્ક્રીન તરફ ઈશારો કર્યો.“નિષાએ નક્ષત્રને જીવતું રાખ્યું. તું તારી યાદો suppress કરી. તારી માતાએ તેને