આજે આપણે કચ્છની ખાસિયત અને કચ્છી સંસ્કૃતિની વાત કરીશું. ઈ. સ. 1819 માં કચ્છમાં ભયાનક ભૂકંપ આવ્યો હતો ત્યારે 1500 થી વધુ માણસોના મૃત્યુ થયા હતાં. ભૂકંપ 3 મિનિટ સુધી ચાલ્યો અને આખા ગુજરાત તેના આફ્ટર શોક અનુભવ્યા હતાં. આવી કુદરતી આફતમાં બચાવ માટે કચ્છી લોકો એ ગોળાકાર માટીના મકાન ડિઝાઇન કર્યા જે ધરતીકંપનો સામનો કરી શકે છે અને આ મકાનનું નામ રાખ્યું “ભૂંગા” જે 200 વર્ષથી ઉપયોગમાં લેવાય છે. કચ્છમાં હડપ્પીય સંસ્કૃતિનો પ્રખ્યાત નગર ધોરાવીરામાં ખોદકામ કરવામાં આવ્યું ત્યારે ગોળાકાર બાંધકામના ઘરનાં અવશેષ મળ