> એક તરફ, પિતા બન્યા પછીના જવાબદારીભર્યા માહોલે આરવને અંદરથી ઘણો પરિપક્વ બનાવી દીધો હતો. જ્યારે તેણે પોતાના બાળકના નાના હાથ પોતાની હથેળીમાં લીધા, ત્યારે તેને સમજાયું કે જીવન માત્ર એકતરફી અધૂરીકાહની કે પસ્તાવાઓ જીવવાનું નામ નથી. તેણે પોતાની પત્ની અને સંતાનને પૂરા દિલથી સ્વીકારી લીધા અને દેવાંશની જેમ જ પોતાના પરિવારને માન-સન્માન અને ખુશીઓ આપવાનો સંકલ્પ કરી લીધો. સમયની ધૂળ નીચે જૂના ઘાવ ધીમે ધીમે ઝાંખા પડવા લાગ્યા.> પણ બીજી તરફ, મનનો એક ખૂનો એવો પણ હતો જ્યાં દેવાંશની છાયા હજીયે અકબંધ હતી. આરવ ક્યારેય પોતાની જાતને કોઈ એક ચોક્કસ લેબલ (Straight, Gay કે Bi) નીચે બાંધી જ ન