છુપાયેલા મહોરા ભાગ:૭

૧૦૪, સરસવન ફ્લેટમયંક : મોહના... તું અહીંયા? , ફોન કર્યા વગર કેમ આવી? શું થયું?.. ( મયંક દરવાજો બંધ કરે છે..) બેસ.. બેસ...( મોહના અને મયંક સોફા પર બેસે છે.)મોહના : મયંક હમણાં કોઈ અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો છે.. એમાં આપણો અશ્લીલ ફોટો છે.... મયંક પ્લીઝ ... જો તું આવું કરતો હોય તો હમણાં જ રોકી દે.. હું તું જે કહીશ એ કરવા તૈયાર છું..મયંક : અરે મેં કશું જ નથી કર્યું... આ પેલા સેક્રેટરી શાંતિલાલ નું કારસ્તાન છે..  આપણા બન્ને નો ગાડી માં એકસાથે ફોટો છે.. જો મારા મોબાઇલ પર પણ આવ્યો છે... મારા પપ્પા એને આપણા બન્ને