છુપાયેલા મોહરા ભાગ:૩

(12)
  • 1.1k
  • 384

૧૦૫, સરસવન ફ્લેટ્સ(ડ્રોઈંગ રૂમ માં જમીન પર દરવાજા થી થોડે દૂર રાજવી નો પતિ સુરેશ બેઠો છે.. સાવન અને સોનાલી સાવિ ના નાનકડા ફોટો સામે પોક મૂકી ને રડી રહ્યા છે.. ફોરેન્સિક એક્સપર્ટ ટીમ ક્રાઈમ સીન ની આજુબાજુ સ્ટડી કરે છે..  બન્ને લાશ પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી છે..કોન્સ્ટેબલ વિનુ અને ઇન્સ્પેક્ટર રાહુલ રાઠોડ પ્રવેશ કરે છે..)રાહુલ રાઠોડ: તું રાજવી નો પતિ સુરેશ છે ને? તું પણ અહીંયા કામ કરે છે?સુરેશ : ના, સાહેબ હું જયસુખ શેઠ ના વિલા માં ૨૪ કલાક નો પગારદાર છું.. જે હાઈવે પાસે ના "સરસ ગોવિંદ" મંદિર ની સામે છે. આ મારી પત્ની રાજવી અહીંયા