મારા માધવ એટલે ભગવાન શ્રીકૃષ્ણ.મારા માટે માધવ માત્ર એક ભગવાનનું નામ નથી, પરંતુ જીવનને સમજવાનો એક સુંદર માર્ગ છે. જ્યારે જીવનમાં સુખ આવે ત્યારે જે સ્મિત સાથે સ્વીકારવાનું શીખવે, દુઃખ આવે ત્યારે હિંમત આપે અને મુશ્કેલીમાં સાચો રસ્તો બતાવે — એ મારા માધવ છે.શ્રીકૃષ્ણનું જીવન જોવામાં આવે તો તેમાં બાળપણની નિર્દોષતા છે, મિત્રતાની મીઠાશ છે, પ્રેમની પવિત્રતા છે, રાજનીતિની સમજ છે અને સૌથી મહત્ત્વનું — જીવન જીવવાની કળા છે.મારા માધવનો જન્મ જેલમાં થયો, પરંતુ તેમનું જીવન આપણને શીખવે છે કે પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય, માણસે આશા છોડવી નહીં. જન્મથી જ તેમના જીવનમાં સંઘર્ષ હતો. કન્સનો ભય હતો, મુશ્કેલીઓ હતી,