અબોલા - 1

  • 118

"જે દીવાલો આખું ઘર સાચવીને ઊભી હોય છે ને સાહેબ... એ જ દીવાલો અંદરથી સૌથી વધુ એકલી હોય છે."#અબોલા વાર્તા 1 તિરાડ અને દીવાલટેબલ પર પડેલું જૂનું એલાર્મ ઘડિયાળ સવારે બરાબર સાડા પાંચ વાગ્યે ટકોરો મારે તે પહેલાં જ રમણલાલની આંખો ખૂલી ગઈ. આ તેમની ચાલીસ વર્ષ જૂની આદત હતી. શરીરને સમયના એવા ચોકઠામાં ઢાળી દીધું હતું કે એલાર્મને પણ ક્યારેય વગાડવાનો મોકો નહોતો મળ્યો. પણ આજે આંખો ખૂલતાં જ કંઈક અલગ હતું. છાતી પર એક અજીબ વજન હતું. રોજ સવારે પથારીમાંથી ઊઠતી વખતે મગજમાં જે એક કાંટો ચાલતો હતો કે—‘મોડું થઈ જશે, સાડા સાતની લોકલ પકડવાની છે, ફાઈલો બાકી છે’—તે