#નિર્ભયા ભાગ. 5. નિર્ભયા' નામ અને ઇન્ડિયા ગેટની ક્રાંતિજ્યારે કોઈ રાષ્ટ્ર પોતાની દીકરીના અસ્તિત્વનું રક્ષણ કરવામાં નિષ્ફળ નીવડે છે, ત્યારે તે રાષ્ટ્રના કાયદાઓ સૌપ્રથમ ગુપ્તતાના ઓઠા હેઠળ પોતાનો ચહેરો છુપાવવાનો પ્રયત્ન કરે છે. ભારતીય દંડ સંહિતાની કલમ ૨૨૮A (IPC Section 228A) એક એવો જ કાનૂની આંચળો હતો, જે અ.ત્યા.ચા.રનો ભોગ બનેલી સ્ત્રીની ગરિમા અને સામાજિક સુરક્ષાના નામે તેના અસલી નામને જાહેર ક્ષેત્રમાં આવતા રોકે છે. ૧૬ ડિસેમ્બરની એ કાળરાત્રિ બાદ, દિલ્હીની એ ૨૩ વર્ષની મેડિકલ વિદ્યાર્થિની કાનૂની કાગળો પર માત્ર 'પીડિતા' અથવા 'એક અજ્ઞાત યુવતી' બનીને રહી ગઈ હતી. પરંતુ, જેના લોહીના એક-એક ટીપામાં જીવવાની અદભુત જીદ વહી રહી હોય, તેને