ભાગ -૭ ખાલીપો પૂરતો સ્પર્શ ગંગાબા ગુરી ના પરિવારને વારે આવ્યા હોય એમ લાગતું. બાજરો વઢાઈ ગયો હતો. થેસરમાં લેવાનું બાકી હતું.ગુરી નો નાનુભાઈ બબલુ અને સીમા પણ એમના નાના-નના હાથે મદદ કરતા હતા.ગુરી તો થેસર પર ચડી ગઈ. અને જાણે એક આદમી કામ કરતો હોય તેમ કામ કરતી. બાજરો લઇ ઊંધલારીમાં ભરી દીધો. અને ઊંટલારી વાળો બાજરો લઈને ઘરે આવી ગયો. ગામના ચોકમાં ઊંટ લારી આવતા ના સાથે જ સૌ વિચાર કરવા લાગ્યા આના બાપુ ન હોવા છતાંય આ બધું કેવી રીતે થયું પણ પાછળ ગંગાબાને બેઠેલા જોઈ. સૌના મોઢા ફીકા પડી ગયા. અને બધા અંદરો અંદર વાતો કરવા લાગ્યા.