"કેમ!? કેમ તને રોજ મોડું થાય છે!?""હજી તો પ્રોજેક્ટ શરૂ થવાનો છે. પણ,...! સાઇટ ઘણી બધી દૂર છે. અને વારંવાર અર્બન ડેવલપમેન્ટના ઓફિસર અને અમારી કંપની વિચારો બદલાવી રહી છે. જમીનની માપણી ફરી ફરી કરવી પડે છે અને પ્રપોઝલ બનાવવાની હજુ બાકી છે.""ગામના છેડા પર ઘર બનાવવાની શું જરૂર છે? શું જરૂર છે ત્યાં ફન પાર્ક બનાવવાની?.""ત્યાં અમે તો ઘર બનાવવાના જ નથી તે માત્ર ફન પાર્ક બનશે. તે પણ બે કિલોમીટરના એરિયામાં જેમ નાના નાના ઘણા બધા બગીચાઓ હશે છુટા છવાયા અને વચ્ચે વચ્ચે ફન માટેની અલગ અલગ રાઇડ્સ હશે સાથે સાથે અલગ અલગ કલા કારીગરી પણ અને શોપિંગ