નિર્ભયા. 3

  • 434
  • 150

#નિર્ભયા ભાગ 3 ગુપ્ત "ઓપરેશન નિર્ભયા"૧૭ ડિસેમ્બર ૨૦૧૨ની એ વહેલી સવાર દિલ્હી પોલીસના ઇતિહાસની સૌથી કપરી સવાર હતી. સફદરજંગ હોસ્પિટલની બહાર પ્રજાનો આક્રોશ ફાટી નીકળ્યો હતો, મીડિયાના કેમેરા પોલીસ કમિશનરની ઓફિસ સામે ગોઠવાઈ ગયા હતા અને સંસદથી લઈને સડક સુધી માત્ર એક જ સવાલ પૂછાતો હતો: "ગુનેગારો ક્યાં છે?"દિલ્હી પોલીસ પાસે ઘટનાની જે શરૂઆતી માહિતી હતી, તે શૂન્ય બરાબર હતી. પીડિત દીકરી વાત કરી શકે તેવી સ્થિતિમાં નહોતી. તેના અર્ધબેભાન અને ઘવાયેલા મિત્રએ પોલીસને જે નિવેદન આપ્યું, તેમાં માત્ર એટલી જ ખબર પડી કે બસ સફેદ રંગની હતી, ખાનગી લક્ઝરી (ચાર્ટર) બસ હતી, તેના કાચ પર કાળા પડદા હતા અને બસની