શંકા ના વમળો ની વચ્ચે - 27

  • 124

મે મહિનો હજુ પુરો થવાને એક અઠવાડિયાની વાર હતી, ત્યાં તો આજે સવારે અચાનક સોનાલીના મમ્મી પર, મેઘલ ના મમ્મીનો ફોન આવ્યો, ફોનમા તેઓ ધ્રુસ્કે - ધ્રુસ્કે રડી પડ્યા, તેઓ વારંવાર એક જ વાત કહેતા કે તેમના થી થોડી ભૂલ થઈ ગઈ છે, તેઓ ફરી ક્યારેય સોનાલી સાથે આવુ વાણી - વર્તન નહી કરે, તેઓ વારંવાર કહેતા કે તેમને દીકરી નથી એટલે થોડુ કડક વલણ અને વર્તન થઈ ગયુ, પણ હવે તે સોનાલીને દિકરી ની જેમ જ રાખશે. સાથે - સાથે તેમણે તેમના દિયરો એ જે અપમાન અને અપશબ્દો બોલ્યા હતા તેની પણ માફી વાતો માં વચ્ચે - વચ્ચે માંગી