શૂન્યની બહાર - 10

  • 200
  • 64

ભાગ 10 — આલ્ફાસ્ક્રીન પર સ્ત્રીનો ચહેરો સ્થિર હતો.આરવ માટે સમય જાણે અટકી ગયો હતો.તેની માતા.જેને તે વર્ષોથી મૃત માનતો હતો.જેના અંતિમ સંસ્કારની યાદ તેના મનમાં ધૂંધળી હોવા છતાં અડગ હતી.પરંતુ સ્ક્રીન પરની તારીખ સ્પષ્ટ હતી—27 ઓગસ્ટ 2026.આજથી ત્રણ દિવસ પછી.“આ શક્ય નથી...” આરવના હોઠમાંથી નીકળ્યું.નિષા તેની બાજુમાં આવી ઊભી રહી.“આરવ, પહેલાં આખો સંદેશ સાંભળ.”સ્ક્રીન ફરી પ્રકાશિત થઈ.સ્ત્રી—આરવની માતા—કેમેરા સામે બેઠી હતી.“આરવ, જો તું આ જોઈ રહ્યો છે, તો તારી યાદો પાછી આવી રહી છે. એનો અર્થ એ છે કે નક્ષત્ર ફરી સક્રિય થયું છે.”આરવ નિઃશબ્દ સાંભળતો રહ્યો.“તને કદાચ લાગે છે કે મેં તને છેતર્યો. કદાચ તું ગુસ્સે પણ થશ.