ભાગ ૪-સંઘર્ષજીવન હંમેશા એક સરખું રહેતું નથી. ક્યારેક ખુશીઓના દિવસો આવે છે, તો ક્યારેક એવી પરિસ્થિતિ સામે ઊભા રહેવું પડે છે! જેની આપણે કલ્પના પણ ન કરી હોય. ગુરી ના જીવનમાં પણ હવે એક નાનો સમય શરૂ થયો હતો. શાળાના દિવસોની નિર્દોષ યાદો પાછળ રહી ગઈ હતી. બાળપણની રમતો વરસાદમાં ભીંજાવો અને સખીઓ સાથે હસવું આ બધું હવે યાદોમાં જ હતું. વાસ્તવિક જીવન ધીમે ધીમે તેને પોતાની જવાબદારીઓનો પરિચય કરાવી રહ્યું હતું. ઘણીવાર ગુરી શાંતિથી બેસીને વિચારતી."શું મારા સપનાઓ ક્યારેક સાચા થશે.? આ સવાલો જવાબ તેની પાસે ન હતો. પરંતુ એકવાર તેને જાણી હતી. ક્યારેક પરિસ્થિતિ એવી બની જતી કે