કેન્સર

વાર્તા:- કેન્સરલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીસ્મિત માથું પકડીને બેસી ગયો. એને સમજાતું નહોતું કે શું કરવું? છેલ્લાં ત્રણ વર્ષમાં એણે એનાથી બનતાં તમામ પ્રયત્નો કરી લીધાં, એની પાસે હવે આર્થિક રીતે પણ લગભગ કશું બચ્યું ન હતું. ત્રણ વર્ષ પહેલાં એની વ્હાલસોયી પત્ની માહીને બ્રેસ્ટ કેન્સર નિદાન થયું. આમ તો એવા ઘણાં કિસ્સાઓ છે જેમાં આ કેન્સરથી પીડાતી સ્ત્રીઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગઈ છે, અને ફરીથી પોતાની નિયમિત જીંદગી જીવવા માંડી છે. આથી જ સ્મિત અને માહીને પૂરો વિશ્વાસ હતો કે માહી પણ આમાંથી સાજી થઈ જશે.સ્મિતનાં માતા પિતા એ એક વર્ષનો હતો ત્યારે જ ગુજરી ગયેલાં. કોઈને ખબર નથી કે