શૂન્યની બહાર - 3

  • 58

ભાગ 3 — નિષાસ્ક્રીન પર યુવતીનો ચહેરો સ્થિર હતો.આરવની નજર તેની આંખો પરથી હટી રહી નહોતી.તેને ખબર નહોતી કે આ યુવતી કોણ છે, પરંતુ તેની અંદર ક્યાંક ઊંડે કોઈ અજાણી ઓળખાણ જાગી રહી હતી.વરસાદ...એક જૂની બસ...ભીનો રસ્તો...અને એ જ અવાજ—“તારે પાછું આવવાનું જ હતું.”આરવે માથું પકડી લીધું.“મને આ અવાજ યાદ છે.”મીરા તરત તેની તરફ વળી.“શું?”“મને ખબર નથી... પણ મેં આ અવાજ પહેલાં સાંભળ્યો છે.”સ્ક્રીન પરની યુવતી હજુ પણ ચૂપ હતી.પછી તેણે ધીમેથી કહ્યું—“આરવ, જો તને મારું નામ યાદ ન હોય તો પણ મને એક વાત યાદ રાખજે.”તેના ચહેરા પર અજીબ ગંભીરતા હતી.“તું મને ભૂલ્યો નથી. તારી યાદોમાંથી મને દૂર કરવામાં