બાળપણની એ નાની પળો ક્યારે ગુંરી ના મનમાં સપનાઓના બીજ વાવી ગઈ, એને તેને ખબર જ ન પડી. સમય ધીમે ધીમે આગળ વધતો ગયો અને ગુંરી પણ મોટી થઈ ગઈ. ગામની એ જ શેરી, એ જ માટીના રસ્તા અને એ જ ઓટલો હવે તેના સાથે હતા, પરંતુ ગુંરી ના આંખોમાં હવે કંઈક નવું દેખાવા લાગ્યું હતું. ગામની સવાર રોજની જેમ ધીમે ધીમે જાગતી. મંદિરની ઘંટડી નો અવાજ દૂર સુધી સંભળાતો. ઘરની બહાર સ્ત્રીઓ સાફ-સફાઈ કરતી અને પુરુષો પોતાના કામે નીકળવાની તૈયારી કરતા.ગુરી ઓટલા પર બેસીને આ બધું જોતી અને મનમાં વિચાર કરતી. તેની બહેનપણી ઘણીવાર તેની પાસે આવીને બેસતી."ગુંરી તું