કુંવારો જેઠ - ભાગ 15

સોનલના ઘરમાં આવ્યાને માંડ એક મહિનો થયો હશે, ત્યાં જ નાથુજીના ડેલામાં એક નવો ડખો શરૂ થયો. સોનલ જ્યારે પણ ઓસરીમાં બેસતી, ત્યારે એના મોઢે એના ભાઈ ગિજુભાઈની મોટાઈ, મોતીપુરા ગામની જમીનો અને પોતાની લક્ઝરી ગાડીઓના જ વખાણ સાંભળવા મળતા. નાથુજી જેવા ખાનદાન અને આબરૂદાર ખેડૂત માટે આ રોજ-રોજનું સાંભળવું અસહ્ય થઈ ગયું હતું. સોનલ વાત-વાતમાં કહેતી, "બાપુજી! અમારા મોતીપુરામાં તો ખેતરોમાં પાણી માટે સોલાર પેનલ નાખેલી છે, તમારે અહીં હજુ જૂના એન્જિનના ધુમાડા ખાવા પડે છે. ભાઈ તો કહેતા હતા કે જગાભાઈને તાલુકા મથકે મોટી ઓફિસ અપાવી દઉં, પણ જગાભાઈને તો આ ગામડાના ચોરા સિવાય કાંઈ ગમતું જ નથી!"નાથુજી