નાથુજીના ઘરના આંગણે કંકુ પગલાં પાડવા માટે તાસક તૈયાર હતી. ગીતા અને કવિતા મોંઢા બગાડીને આરતીનો થાળ લઈને ઊભી હતી, કારણ કે મંડપમાં એમની જે ફજેતી થઈ હતી એનો ગુસ્સો હજુ શાંત નહોતો થયો.જગાભાઈએ મૂછ પર જોરદાર વળ દીધો અને સોનલ સામે જોઈને બોલ્યા, "લ્યો સોનલ! પધારો તમારા રાજમાં. આજથી આ ડેલાના અસલી જેઠાણી તમે જ છો."પણ સોનલે કંકુના થાળમાં પગ મૂકતા પહેલાં પોતાનો હાથ ઊંચો કર્યો, "જરા ઊભા રહો, જગાજી! જમીનદારની દીકરી ઊંબરો ઓળંગે એના પહેલાં ઘરના નિયમો પાકા કરવા પડે. મેં કાલે જ તમારા બ્લોગ 'કુંવારા જેઠની કલમે' ના બધા ભાગ ફરીથી વાંચ્યા."જગાભાઈ હસ્યા, "અરે એ તો હવે