બીજા દિવસે સવારે સુરજપર ગામમાં શરણાઈઓ અને ઢોલના ધબકારા શરૂ થઈ ગયા. જગાભાઈ વરરાજાના ઠાઠમાં તૈયાર થયા હતા. માથે સોનેરી સાફો, કમરે કટાર અને ગળામાં મોતીનો હાર. મૂછોને આજે ખાસ લીંબુનો રસ લગાવીને એવી કડક કરી હતી કે પવન વાય તોય મૂછનો વળ હેઠો ન નમે! ગીતા અને કવિતા લાજ કાઢીને જાનેયાઓ સાથે ચાલતી હતી, મનોમન રાજી થતી હતી કે ગઈકાલે જેઠને બરાબરના ખંજવાળ્યા.જાન ધામધૂમથી મોતીપુરા ગામમાં ગિજુભાઈના આંગણે પહોંચી. ગિજુભાઈએ સામૈયું કર્યું અને વરરાજાને વટથી મંડપ તરફ દોરી ગયા. સોનલ પણ પાટોળામાં સજ્જ થઈને ચોરીમાં આવીને બેસી ગઈ. એની આંખોમાં જગાભાઈ માટે એક ખાસ સન્માન હતું, કારણ કે જગાભાઈએ