કુંવારો જેઠ - ભાગ 11

(28)
  • 876
  • 258

જગાભાઈના લગનનો મંડપ સુરજપર ગામના ઇતિહાસમાં સૌથી મોટો બંધાયો હતો. ભલે અત્યાર સુધી એ કુંવારા રખડતા હતા, પણ ગિજુભાઈની બહેન સોનલ સાથે લગન નક્કી થતાં જ આખા ગામમાં એમનો વટ રાતોરાત વધી ગયો હતો. જે લોકો ગઈકાલ સુધી એમને 'નવરો જગો' કહેતા હતા, એ જ લોકો હવે એમને 'જગદીશભાઈ થિંકર' કહીને માન આપતા હતા.લગન ના આગલા દિવસે જગાભાઈને પીઠી ચોળવાનો પ્રસંગ હતો. નાથુજી ઓસરીમાં બેસીને હુક્કાના કસ ખેંચતા ખેતરાઉ હિસાબ જોતા હતા. ભગો અને દિલો મહેમાનોના સ્વાગતમાં દોડાદોડ કરતા હતા.ગીતા અને કવિતાના મનમાં હજુય હાર સ્વીકારવાની દાનત નહોતી. સોનલ સામે એમના પરાજય પછી એમણે નક્કી કર્યું હતું કે, "લગન ભલે