સરકારી પ્રેમ - ભાગ 65

  • 98

"તમારા જેવા ભષ્ટ્રાચાર થી ખદબદતા દાનવો સાથે રહેવા માટે આ ભાષા વાપરવી જ પડે." મહેચ્છા કહે છે."શું તે કોઈ ડાયરી જોઈ છે?" અમિત પારેખ હવે તું તારી પર ઉતરી આવ્યો હતો."સિક્યોરિટી ને બોલાવી આ માણસને હમણાં જ પોલીસ સ્ટેશન ભેગો કરો." મહેચ્છા કહે છે."પણ મારો ગુનો શું?" અમિત પારેખ પુછે છે."એ જ કે તે વગર કોઈને પુછે કલેકટર ઓફીસ માં ઘુસી ફાઈલો ઉથલાવીને ચોરી કરવાનો પ્રયત્ન કર્યો છે." મહેચ્છા કહે છે."આ સાવ ખોટું છે." અમિત પારેખ કહે છે." એ..રિકોર્ડીગ બતાવો." મહેચ્છા કહે છે.મહેચ્છા મીટિંગ માં જતા પહેલા કેમેરા ને ઓફીસ ના વ્યુ તરીકે સેટ કરી જાય છે જેથી અમિત પારેખ