"આપ થી અમે એ જ અપેક્ષા રાખીએ છીએ. અમે બધા જ જરૂરી દસ્તાવેજો સાથે કેસ દાખલ કરી દઈએ." એક વ્યક્તિ કહે છે."આપ મારા સચિવ સાથે વાતચીત કરી આગળ ની કામગીરી હાથ ધરી શકો." મહેચ્છા કહે છે.બન્ને જણા બહાર નીકળી જાય છે. આ તરફ મહેચ્છા પોતાની જાતને રડતા રોકી શકતી નથી. મહેચ્છા નવનીત ને યાદ કરી બે મિનિટ માટે તો ખુબ જ લાગણીશીલ બની જાય છે પણ પછી તેને બારી ની બહાર સામાન્ય માણસો દેખાય છે."શું ખરેખર નવનીત આ કૌભાંડમાં સંડોવાયેલો છે? શું એને જરાય પણ લાજ ન આવી? જ્યારે તેણે આ નિમણૂક લીધી હતી ત્યારે જે શપથ લીધી એનું શું