"બસ હમણાં જ નીકળી જાઉં છું." નવનીત કહે છે.આખા રસ્તે એક તરફ નવનીત મહેચ્છા ની જિલ્લા કલેકટર તરીકે ની નિમણુંક થી ખુબ ખુશ હતો અને બીજી તરફ સિરોહી ના કામકાજમાં તેને મહેચ્છા નો સામનો કરવો પડશે એમ વિચાર કરી દુ:ખી હતો.નવનીત ઘરમાં પહોંચી જાય છે તો મહેચ્છા પણ નવનીત નું સ્વાગત કરવા માટે તૈયાર હતી. નવનીત જેમ જ મુખ્ય દરવાજો ખોલે છે તો ડાઈનીગ ટેબલ પર જાતજાતની ખાવાની વસ્તુઓ જોઈ હતપ્રભ બની જાય છે.એક તરફ પાઉંભાજી તો એક તરફ કેક અને ઠંડા પીણા. વળી ખુરશીઓ પર સજાવટ કરી હતી. મહેચ્છા પણ આકર્ષક લાગતી હતી."જા ફટાફટ તૈયાર થઈ જાવ. પછી હું