બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 40

  • 134
  • 62

    મીરા અથર્વની કેબિનમાં આવી અને કહ્યું, અથર્વ કાલે જે. બી. મોલનો મેઈન સ્લેપ બંધાશે.      અથર્વએ કઈક વિચાર્યું હતું મીરા પાસેથી ઈઝહાર સાંભળવા માટે એટલે તે તેના પ્લેનના મુજબએ બોલ્યો, મીરા આજ સાંજે કોરિયાની ફ્લાઇટ છે મારી અને તારી.     શું?....મતલબ?      હું તને કાલે કહેવાનું ભૂલી ગયો, એક ક્લાયન્ટ છે મારા બ્લેક એમ્પાયરના અને તેમનો મોટો પ્રોજેક્ટ છે અને તેમને  આપણી કંપની સાથે કામ કરવું છે. જેથી તારે મારી સાથે આવવું જ પડશે.   હું તમારી સાથે ક્યાંય નહિ જાવ,... ક્લાયન્ટને તમે અહી બોલાવી શકો છો... અથવા કોન્ફરન્સ કૉલ પર મિટિંગ કરી લઈએ... આપણે ત્યાં જવું જરૂરી થોડું છે.