મીરા થોડીવાર વિચારમાં પડી ગઈ. તેને કઈક મનમાં ઢાસુ આઈડિયા આવ્યો. તે હસી અને બોલી, હવે જોવ છું મિસ્ટર રાઠોડ તમે મને તમારા દિલની વાત કેવી રીતે નથી કહેતા. મને બહુ હેરાન કરી છે ને આનો તો બદલો હું લઈશ મિ.અથર્વ રાઠોડ. પાર્ટી પૂરી થવા આવી હતી, બધાએ ખૂબ એન્જોય કર્યું. બધા પાર્ટીમાંથી નીકળવા માટે રવાના થયા.ઝોયા વેહલા ચાલી ગઈ હતી પાર્ટીમાંથી ઘરે અર્જન્ટ કામ હતું માટે એટલે મીરા અથર્વની કારના ટેકે ઉભી રહીને અથર્વનો વેટ કરી રહી હતી. અથર્વ અને અબીર બંને બહાર આવ્યા અને કાર પાસે ગયા. ત્યાં મીરાને જોઈને તેની પાસે ઉભા રહી ગયા. મીરાએ