સવારે ૧૦ વાગે આર્ટ એન્ડ આર્કિટેકચર કંપનીમાં મિસ્ટર જયરાજ ભાટિયા આવી ચૂક્યા હતા. અથર્વ તેમને લઈને આવ્યો મિટિંગ રૂમમાં. ઝોયા અને અબીર બંને ચિંતિત હતા કે હવે શું થશે. તે બંનેએ મીરા અને અથર્વને જોયા, જે એકદમ બિંદાસ હતા. તે બંનેને મનમાં પ્રશ્ન થયા કે આ બંને કેમ એટલા બધા નોર્મલ છે... પ્રેઝન્ટેશન વિશે મિ.ભાટિયાને શું કહેશે. થોડીવાર મિસ્ટર ભાટિયાએ વાતો કરી પછી તેમણે પ્રેઝન્ટેશન શરૂ કરવાનું કહ્યું. અબીર અને ઝોયાની બંનેની ધડકન વધી ગઈ હતી. અથર્વએ કહ્યું, મિસ શાહ પ્રેઝન્ટેશન સ્ટાર્ટ કરો. મીરાએ પ્રેઝન્ટેશન શરૂ કર્યું, ઝોયા અને અબીર બંને આતુતાપૂર્વક પરદા પર જોઈ રહ્યા હતા.  જેમ જેમ