ભાગ ૨ શાળાના દિવસો શાળાના દિવસો હવે ગુરી ને રોજિંદી જિંદગીનો એક ભાગ બની ગયા હતા શરૂઆતમાં જે શાળા અજાણી લાગતી હતી, એ જ હવે ધીમે- ધીમે પોતાની લાગવા લાગી. વર્ગખંડમાં પોતાની જગ્યા , આસપાસ બેસતા બાળકો અને શિક્ષકનો અવાજ આ બધું રોજનું થઈ ગયું હતું. સવારની ઘંટ વાગે એટલે બધા બાળકો મેદાનમાં પ્રાર્થના કરવા આવી જતા. અને બધા પ્રાર્થના કરવા બેસી જતા રોજ શાળામાં અલગ- અલગ પ્રાર્થના ગાવી ,સુવિચાર બોલવા આ બધું ગુરી ને ખૂબ ગમતું અને તેને નવા ગીત ગાવાનો પણ શોખ હતો. પ્રાર્થના પૂરી થયા પછી બધા બાળકો વર્ગખંડમાં બેસી ગયા ગુરી ને ભણવામાં ક્યારેક રસ પડતો, તો