"તમે અહીં શું કરો છો?"કાલી ઘેલી બોલીમાં એક મીઠો રણકતો અવાજ ચેતનાને કાને પડ્યો. તે ચમકી પાછળ ફરી તો સામે એક પાંચ છ વર્ષની બાળકી. બ્લ્યુ કલરના ફ્રોકમાં ઘણી બધી સુંદર લાગતી હતી. ફ્રોકમાં ડાબા કોર્નર પર ખભાથી લઈને નીચે ગુડા પાસેની ઝાલર સુધી મરૂન કલર ના ફૂલો બનેલાં હતા... ગોરી લંબગોળ ચહેરો ધરાવતી આ છોકરી ખુબ સરસ લાગતી હતી. આંખો એકદમ સુંદર હતી પાણીદાર. તેના હાથમાં કાપડની એક સુંદર ઢીંગલી હતી. એને પણ છોકરી જેવો જ ફ્રોક પહેરાવ્યો હતો. છોકરીએ આ ઢીંગલી પોતાના ડાબા હાથમાં પકડી રાખી હતી. બીજો જમણો હાથ કમર પર રાખ્યો હતો. પગમાં પિંક કલરના વાઇટ ફૂલો