ભાગ ૨ — મમ્મીનો દીકરો કે પત્નીનો પતિ?સવારના સાત વાગ્યા હતા.મિહિરની આંખો ખુલી, પણ ઊંઘ પૂરી થઈ નહોતી.ગઈ રાતના શબ્દો હજુ પણ કાનમાં ગુંજી રહ્યા હતા—“તું બધાના માટે છે મિહિર… પણ મારા માટે ક્યારે છે?”એ ધીમેથી પથારીમાંથી ઊભો થયો.નિશા હજુ સૂતી હતી.મિહિરે તેની તરફ જોયું.ગઈકાલે તેની આંખોમાં આવેલા આંસુ યાદ આવ્યા.એ કંઈક કહેવા જતો હતો ત્યાં જ બહારથી મમ્મીનો અવાજ આવ્યો.“મિહિર, ઊઠ્યો?”“હા મમ્મી.”“બેટા, જરા અહીં આવજે.”મિહિર રૂમની બહાર આવ્યો.મમ્મી સોફા પર બેઠી હતી.“શું થયું?”“કંઈ નહીં. કાલે ડૉક્ટરે કહ્યું કે દવા નિયમિત લેવાની છે. તું આજે દવા લઈ આવજે.”“હા મમ્મી.”મમ્મીએ થોડું થોભીને કહ્યું,“અને બેટા… કાલે તું બહુ મોડો આવ્યો હતો.”“હા મમ્મી, ઓફિસમાં