ગામના છેડે એક જૂનું ઘર હતું.ઘર બહુ મોટું નહોતું, પણ એની ઓસરી વિશાળ હતી. ઓસરીની સામે તુલસીનો ક્યારો અને બાજુમાં લીમડાનું મોટું ઝાડ. ઘરની દીવાલો પર સમયના નિશાન હતા, છતાં એ ઘરમાં પ્રવેશતાં જ એક અજાણી હૂંફ અનુભવાતી.અને એ ઘરની સૌથી ખાસ વસ્તુ હતી—મુખ્ય દરવાજો.ભારે લાકડાનું, જૂના પિત્તળના હેન્ડલવાળું એ બારણું.ગામમાં બધા એને “ખુલ્લું બારણું” કહેતા.કારણ કે એ બારણું ક્યારેય બંધ થતું નહોતું.ઘરના માલિક હરજીભાઈ હંમેશા કહેતા,“ઘરનું બારણું બંધ થઈ જાય તો ઘર રહે નહીં… માત્ર મકાન રહી જાય.”તેમની પત્ની કાન્તાબા ક્યારેક ગુસ્સામાં કહેતી,“આજકાલનો જમાનો છે. કોઈ પણ આવી જાય તો?”હરજીભાઈ હસીને કહેતા,“જેને આવવું હોય એને બારણું શોધવું ન પડે,