રઘુ એ પોતાનું સ્થૂળ શરીર છોડી દીધું. તેનું પોતાનુ સુક્ષ્મ શરીર જ હતું.તે પોતાના શરીરની ચિતા ને સળગતા જોઇ રહ્યો હતો. રઘુ પોતાની પત્ની-પુત્ર-દીકરીને જોઈ રહ્યો હતો, પોતાના પરિવારને ,સંબંધીઓ -મિત્રો અને આડોશી- પાડોશીઓ ને જોઈ રહ્યો હતો. બધા બહુ જ દુઃખી હતા, રડતાં હતાં. રઘુ પણ તેમને જોઈ રહ્યો હતો પણ કોઈ પ્રતિભાવ આપી શકે તેમ ન હતો. બધા સ્મશાન યાત્રામાં જોડાવા માટે દોડાદોડી કરતા હતા. પણ સ્મશાન માથી ઘરે જવાની બધાને ઉતાવળ હતી. રઘુ આ બધું જ જોતો હતો. સંબંધીઓ-મિત્રો અને આડોશી-પાડોશી ઓ પોત પોતાના ઘરે પરત