શહેર નું એરપોર્ટ માણસો ની ભીડ થી ધમધમતું હતું. એકપછી એક ફ્લાઇટ ઉપડવાની સૂચનાઓ આવતી હતી. એની ફ્લાઇટ વાતાવરણ વાદળછાયું હોવાથી મોડી હતી. એને આ ના ગમ્યું. એને તો અહીંયા થી જલ્દી ને જલ્દી જવું હતું. આ શહેર ને છેલ્લી વાર મન ભરીને જોઈને છેલ્લી સલામ ભરીને ગુડ બાય કહી દેવું હતું. એટલે એને તાત્કાલિક જે ફ્લાઇટ હોય તેમાં જવું એવું નક્કી કરી દીધું હતું. દહેરાદૂન ની ટીકીટ લીધી. એને થયું અજાણ શહેર. પણ પાછો વિચાર આવ્યો. " જાણીતા શહેર માં પણ હવે તો બધા અજાણ્યા બની ગયાં છે ને. કે હું જ બધા માટે અજાણ બની ગઇ, જે હોય