(આ મારી કલ્પના કથા છે. માત્ર કલ્પના જ. કોઈ પણ બાબત, ઘટના કે વ્યક્તિ સાથે રચનાનો કોઈ ભાગ કે આખી રચના મળતી આવે તો એ માત્ર એક સંયોગ હશે. આ રચનાના બધાજ પ્રકારના હક માત્ર લેખકના રહેશે. એટલે નાનો સરખો અંશ પણ લેખકની રજા મંજૂરી વગર ઉપયોગમાં લઈ શકાશે નહી.)રચના કૉપિરાઇટ કરાવેલી છે. એટલે પ્લીઝ કોપી કરશો નહિ. *****રાતનો સમય અને ચંદ્રનો થોડો થોડો પ્રકાશ. હાઇવે પર જતી કારો ટ્રકોનો જમેલો ધીરે ધીરે ઓછો થઈ રહ્યો હતો. આવતા જતા વાહનો રાતના દસ વાગ્યા પછી આ રસ્તેથી ખૂબ ઓછા નીકળતા. આમ તો શહેરના બાજુમાંથી જ પસાર થતો રસ્તો હતો અને પાછો હાઇવે