જૂનું સ્કૂટર

  • 234
  • 68

વર્ષો પછી આજે નિરવ પોતાના જૂના ઘરે પાછો આવ્યો હતો.શહેરની મોટી ઈમારતો, ચમકતી ગાડીઓ અને ભાગદોડભરી જિંદગી વચ્ચે ક્યાંક તે પોતાનું બાળપણ પાછળ છોડી આવ્યો હતો. નોકરી, પૈસા, જવાબદારીઓ અને પોતાના પરિવારની દોડધામમાં તેને ઘણી વાર લાગતું કે જીવન ખૂબ આગળ વધી ગયું છે.પણ આજે…જૂના ઘરના દરવાજા પર ઊભો રહીને તેને લાગ્યું કે સમય ક્યાંય ગયો જ નહોતો.એ જ ઓસરી.એ જ બારી.એ જ આંગણું.અને ઘરના એક ખૂણામાં, ધૂળથી ઢંકાયેલું તેનું બાળપણ પડ્યું હતું.પપ્પાનું જૂનું સ્કૂટર.નિરવ થોડી ક્ષણો સુધી એને જોતો રહ્યો.સ્કૂટર જૂનું થઈ ગયું હતું. એની બોડી પર કાટના નાના ડાઘ હતા. સીટ પણ થોડી ફાટી ગઈ હતી. હેડલાઈટની ચમક