પાંચીકા

  • 182
  • 70

                          પાંચીકા          શાળામાં વિશ્રાંતિનો સમય પૂર્ણ થતા ઘંટ રણક્યો. સૌ પોતપોતાના વર્ગખંડમાં ગોઠવાતા ગયા. આશરે પાંચ સાત મિનિટ થઈ હશે ત્યાં તો નીતા રડતી રડતી વર્ગખંડમાં પ્રવેશી અને તેની સાથે અમારા વર્ગ શિક્ષિકા શ્રી અન્નપૂર્ણાબેન પ્રવેશ્યા. તેમની દરરોજની ટેવ મુજબ તેમને ચશ્માંનાં કાચની ઉપરની બાજુએથી આખા વર્ગમાં નજર ફેરવી  કડક અવાજમાં સૂચના આપી “નીતા ના ₹50 ગુમ થયા છે જેને મળ્યા હોય અથવા જેણે લીધા હોય તે આપી દયો નહીંતર તમારે સૌની સ્કૂલ બેગ તપાસવામાં આવશે. ” આખા વર્ગમાં થોડીવાર શાંતિ થઈ ગઈ કોઈ કશું જ ના બોલ્યું એટલે નિર્ણય લેવામાં આવ્યો કે બંને