બાળપણની એ રફનોટ - 10

પ્રકરણ ૧૦: સાયકલનું બેલેન્સ અને જાદુઈ બોક્સ વેકેશનના બીજા દિવસની સવાર સોસાયટીમાં એક નવો રોમાંચ લઈને આવી હતી. ગઈકાલે સાંજે તળાવ સુધીની સાયકલ ટૂરનો પ્લાન રદ થવાનું મુખ્ય કારણ એ હતું કે નિખિલ સિવાય કોઈ પાસે સાયકલ નહોતી અને આર્યનને તો સાયકલ ચલાવતા પણ આવડતું નહોતું. પણ આ વાનરસેના માટે કોઈ સમસ્યા લાંબો સમય ટકી શકે તેમ ક્યાં હતી .... સવારના આઠ વાગ્યે ચારેય મિત્રો સોસાયટીના કોમન પ્લોટમાં ભેગા થયા. નિખિલ તેની ચમકતી 'હીરો' સાયકલ લઈને હાજર હતો. "જો આર્યન," નિખિલે સાયકલ સ્ટેન્ડ પર મૂકતાં કીધું, "આજે તળાવ પર જવાનો પ્લાન કેન્સલ છે. આજે આખો દિવસ આપણે તને સાયકલ ચલાવતા