પાતળો ભેદ શોખ અને જુસ્સો

     પહેલા આપણે શોખ અને જુસ્સો (પેશન્સ) વચ્ચે આપણને સામાન્ય પારદર્શક દેખાતો તફાવત સમજીએ.     કોઈપણ વસ્તુ કે પ્રવૃતિ કરવાની મજા આવતી હોય તે શોખ છે જેમાં પરફેક્શન જેવું કાંઈ હોતું નથી હરીફાઈ જેવું પણ હોતી નથી. બસ એ કરવાથી પોતાની જાતને ખુશી મહેસુસ થાય તે શોખ છે. જરૂરી નથી કે તમારા શોખથી અન્ય લોકો ખુશ થાય જ. ઘણીવાર તમારો શોખ અન્ય (ખાસ કરીને માબાપ) માટે ચિંતાનું કારણ હોઈ શકે.     જ્યારે કોઈ પ્રવૃતિ કરવામાં તમને ખૂબ જ રસ હોય, પ્રવૃતિ કરતે સમય આજુબાજુની દુનિયામાં શું ચાલે છે તે ભૂલીને ખૂબ ઊંડા ડૂબી જતા હોવ, સમયનું પણ ભાન ન